સતરંગ ડેરી

 

 

શુદ્ધતા, ગુણવત્તા અને પશુપાલકોની સમૃદ્ધિનું પ્રતીક – સતરંગ ડેરી!

Satrang dairy

સતરંગ ડેરીની સ્થાપના 17 ઓક્ટોબર, 2024 ના રોજ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ગામના પશુપાલકોને પારદર્શક, વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત દૂધ સંગ્રહ સેવા પૂરી પાડવાના હેતુથી કરવામાં આવી છે. ડેરીની શરૂઆતથી જ પશુપાલકોના વિશ્વાસને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવામાં આવી રહ્યું છે.

હાલમાં સતરંગ ડેરી ખાતે દરરોજ આશરે 350 લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે. ગાય અને ભેંસના દૂધનું આધુનિક પદ્ધતિથી ફેટ અને SNF પરીક્ષણ કરીને યોગ્ય ગુણવત્તા મુજબ નોંધણી કરવામાં આવે છે.
સતરંગ ડેરીનું સંચાલન પ્રકાશ જી. મેર દ્વારા કરવામાં આવે છે, જ્યારે નરેશભાઈ જે. મેર ડેરીના સહભાગી (Partner) તરીકે કાર્યરત છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોને તેમના દૂધનું યોગ્ય મૂલ્ય, સમયસર ચુકવણી અને વિશ્વાસપાત્ર સેવા પ્રદાન કરવાનો છે.
અમે માનીએ છીએ કે પશુપાલકોની પ્રગતિ જ ડેરીની પ્રગતિ છે. તેથી પારદર્શિતા, ગુણવત્તા અને સેવા અમારી કાર્યશૈલીના મુખ્ય આધારસ્તંભો છે.

અમારી વિશેષતાઓ

  • પારદર્શક ફેટ અને SNF ટેસ્ટિંગ
  • સચોટ દૂધ વજન વ્યવસ્થા
  • સમયસર ચુકવણી
  • વિશ્વાસપાત્ર દૂધ સંગ્રહ સેવા
  • પશુપાલક-હિતનો ધ્યેય
  • ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રત્યે પ્રતિબદ્ધતા

સરનામું

ખોડિયાર મંદિર રોડ,
ગામ સરવા,
તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ, ગુજરાત
સંપર્ક
📞 9879806082
સતરંગ ડેરી
“વિશ્વાસનો રંગ, સતરંગ ડરીને સંગ”
“પશુપાલકોની સમૃદ્ધિ અને શુદ્ધ દૂધની પ્રતિબદ્ધતા સાથે…”